આ નિગમમાં બીજ અધિકારી સંવગૅની પગરધોરણ રૂ. ૯૩૦૦-૩૪૮૦૦ તથા ગ્રેડ પે રૂ. ૪૪૦૦/- (પી.બી.ર)
ના પગાર ધોરણની ૮ જગ્યાઓ સીધી ભરતીથી ભરવાની છે. આથી નીચે મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારોએ
પોતની સંપુણૅ વિગતો જેવી કે, નામ, સરનામું, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, જાતિવગેરે
વિગત દર્શાવતી અરજી આ સાથેના નિયત નમુનામાં પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો તથા પાસપોટૅ
સાઇઝના તાજેતરમાં પડાવેલા બે ફોટા સાથે આ નિગમની વડી કચેરીને ઉપર જણાવેલ સરનામે મોડામાં
મોડી તા. ૨૭-૯-૨૦૧૧ સુધીમાં મોકલી આપવાની રહેશે. નિયત નમુના સિવાયની અરજી ધ્યાને લેવામાં
આવશે નહી.
લાયકાતો:
અ : વયમર્યાદા : ૨૮ વષૅ કરતાં વધુ નહી. ઉપલી વયમર્યાદામાં સરકારશ્રીના પ્રવતૅમાન
નિયમોનુસાર છુટછાટ આપવામાં આવશે.
બ : શૈક્ષણિક લાયકાત : માન્ય યુનિવર્સિટી કૃષિ સ્નાતકની (બી.એસ.સી.એગ્રી.) બીજા
વગૅની પદવી, ઉમેદવાર કે જેઓ એગ્રોનોમી પ્લાન્ટ બ્રીડીંગ અને જીનેટીક્સ, પ્લાન્ટ પેથોલોજી,
એગ્રીકલ્ચર એન્ટોમોલોજી, એગ્રીકલ્ચર એક્ટેન્શન કે સીડ ટેકનોલોજીમાં માન્ય યુનિવર્સિટી
અનુસ્નાતકની (એમ.એસ.સી.એગ્રી.) પદવી ધરાવતા હશે તેમને પસંદગીમાં અગ્રીમતા આપવામાં આવશે.
ક : અન્ય લાયકાતો : (૧) ગુજરાતી કે હિન્દી કે બંને ભાષાની પુરતી જણકારી ધરાવતા
હોવા જોઇએ. (૨) પસંદગી પામતા ઉમેદવારે બે વષૅના અજમાયશી સમય દરમ્યાન કોમ્પ્યુટરની જાણકારી
માટેની સી.સી.સી. પ્લસની સરકાર માન્ય સંસ્થામાંથી પરીક્ષા પાસ કરવાની રહેશે. (૩) પસંદગી
પામતા ઉમેદવારે નિગમ દ્રારા નિયત કર્યા મુજબનું તથા નિયત કરેલ રકમનું સિક્યોરીટી તથા
સ્યોરીટી બોન્ડ આપવાનું રહેશે.
બીજ અધિકારીની જગ્યાઓ ભરવા બાબત